સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરાત- આઈડી તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે, દેશમાં 50 નવા એરપોર્ટ બનશે

February 01, 2023

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડમાં 2 લાખ કરોડનું મફત અનાજ આપ્યું હજી આપવાનું ચાલુ છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.

નાણામંત્રીએ કહ્યું કે, સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચી રહ્યો છે. મફત અન્ન યોજના હજી એક વર્ષ સુધી ચાલુ રહેશે. પછાત વર્ગના લોકો માટે વિવિધ સહાયની જાહેરાત. ભારતમાં પર્યટન વિશાળ છે અને આ ક્ષેત્રમાં યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળે તેવો પ્રયાસ કરાશે.

નાણામંત્રીએ કહેલી મહત્વની બાબતો

 • 2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
 • કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
 • પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
 • પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
 • ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
 • 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
 • માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
 • બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
 • આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે
 • હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
 • 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
 • કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
 • રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
 • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
 • કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે.
 • આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
 • દેશમાં 50 નવા એરપોર્ટ બનશે

પ્રતિ વ્યક્તિ બમણી આવક થઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, તે વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. જે અન્ય દેશો કરતાં વધુ મજબૂત છે.

બજેટના સપ્તર્ષિ, નાણામંત્રીએ જણાવ્યું સપ્તર્ષિ શું છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયા છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.

નાણામંત્રીએ કહ્યું કે અમૃત કાળનું વિઝન ટેકનોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ 'જનભાગીદારી' માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ' જરૂરી છે.