સોનાક્ષીની વેબ સીરિઝ દહાડની બીજી સીઝનની તૈયારી શરૂ
May 17, 2025

મુંબઇ : ૨૦૨૩માં સ્ટ્રિમ થયેલી સોનાક્ષી સિંહાને પોલીસ અધિકારી તરીકે ચમકાવતી 'દહાડ'ની પહેલી સીઝન સફળ રહી હતી. રાજસ્થાનના એક નાનકડાં ગામમાં ૨૭ મહિલાઓ ગાયબ થઇ ગયા બાદ તેની તપાસ કરતી પોલીસ અધિકારી અંજલિ ભાટીની ભૂમિકામાં દર્શકોએ સોનાક્ષીને પસંદ કરી હતી. હવે આ સીરિઝની બીજી સીઝન 'દહાડ ટુ' પ્લાન કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝોયા અખ્તર અને રીમા કાગતી બીજી સીઝનની પટકથાને વિકસાવવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ તેનું શૂંટિગનું શેડયુઅલ નક્કી કરવામાં આવશે. દહાડમાં ખલનાયક વિજય વર્માના અભિનયની પણ પ્રશંસા થઇ હતી. આ સીરિઝને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. આ પ્રથમ ભારતીય સીરિઝ હતી જેને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદશિત કરવાનું બહુમાન મળ્યું છે. બર્લિનેલ સીરિઝ એવોર્ડ માટે પણ આ સીરિઝ સ્પર્ધામાં હતી. દર્શકો અને સમીક્ષકોએ આ સિરિઝને વખાણી હતી. ટૂંક સમયમાં આ સિરિઝના અન્ય કળાકારોની જાહેરાત કરવામાં આવશે.
Related Articles
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મ...
May 14, 2025
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો...
May 14, 2025
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરન...
May 13, 2025
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા...
May 13, 2025
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એટેકથી મોત
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એ...
May 13, 2025
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિક...
May 12, 2025
Trending NEWS

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના...
17 May, 2025

ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, 3 લાખ...
17 May, 2025

વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું,...
17 May, 2025