નામિબિયા બાદ દક્ષિણ આફ્રિકા ભારતને 10 વર્ષમાં આપશે 100 ચીત્તા

January 31, 2023

દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં ભારતને 100 ચિત્તા આપશે. તેની શરૂઆત ફેબ્રુઆરીમાં 12 ચિત્તા મોકલવાની સાથે થશે. ફેબ્રુઆરીમાં ભારતને 12 ચિત્તા મળશે. તમામને કોનુ નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આફ્રિકાએ આ માટે ભારત સાથે કરાર કર્યો છે જેની સંપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લગભગ 70 વર્ષ પહેલા ભારતમાંથી ચિત્તા ગાયબ થઈ ગયા હતા.

નોંધનીય છે કે ગયા વર્ષે નામિબિયાએ ભારતને ચિત્તા આપ્યા હતા. સપ્ટેમ્બર 2022માં ભારતને નામિબિયામાંથી 8 ચિત્તા મળ્યા હતા. તેઓને ભારતના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા તમામ ચિત્તાઓને વિશેષ ફ્લાઈટથી લાવવામાં આવ્યા હતા. પ્રથમ વખત જંગલી ચિત્તાઓને એક ટાપુ પરથી બીજા ટાપુ પર મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 12 ચિત્તાઓનો સમૂહ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે. તે બધા નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા સાથે રહેશે.