સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી અને પાખંડી કહ્યા

January 31, 2023

સમાજવાદી પાર્ટીના MLC સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. અગાઉ તેમણે રામચરિતમાનસ ચોપાઇ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તેમણે ઋષિ-મુનિઓ પર આકરી ટીપ્પણીઓ કરી હતી. આ પછી હવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સપા નેતાએ ઢોંગી અને પાખંડી કહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી પરના નિવેદનમાં સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, "હું આવા ઢોંગીઓ પાસે જવામાં માનતો નથી. તેઓ પાખંડી છે. કેટલાક ધર્મગુરુઓનો દંભ સામે આવ્યો. એક પછી એક સૌથી મોટા અપરાધીઓ ધંધા ખોલીને બેઠા છે. જૂઠું બોલે છે." પૂર્વ ડીજીપી સુલખાન સિંહે તેમના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, "તેમણે કહ્યું કે લોકો દેશમાં દલિતો, પછાત અને આદિવાસીઓને અધિકાર આપવાના અવાજને સમર્થન આપી રહ્યા છે."