બનાસકાંઠામાં પાણીની વણસતી સ્થિતિને લઈ ધારાસભ્યે લીધો અનોખો નિર્ણય

May 23, 2023

બનાસકાંઠામાં પાણીની વણસતી સ્થિતિને લઈ ધારાસભ્યે અનોખો નિર્ણય લીધો છે. જેમાં લાખણીના કુડા અને લવાણા ગામમાં પાણીની સમસ્યા છે. તેથી ધારાસભ્યને શુભ કે ધાર્મિક પ્રસંગોમાં આમંત્રણ ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રસંગોમાં હાજપી આપતા ધારાસભ્યનો સમય વેડફાતા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં નિર્ણય લેવાયો છે. જેમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિર્ણયને આવકાર્યો છે. તથા ધારાસભ્યને પોતાના વ્યક્તિગત શુભ કે ધાર્મિક પ્રસંગોમાં આમંત્રણ ન આપવા નિર્ણય કરાયો છે. તથા વિસ્તારમાં ભૂગર્ભજળ ઉંડા જતા ભૂગર્ભજળ બચાવવા ધારાસભ્યોના સમયનો સદ ઉપયોગ થવો જોઈએ. તેની જગ્યાએ ધારાસભ્ય શુભ અને ધાર્મિક પ્રસંગમાં હાજરી આપતા તેમના સમય વેડફાતો હોવાની ધારણાને લઇ નિર્ણય કરાયો છે.