આ રાશિના લોકો સાવચેત રહે, ચંદ્રગ્રહણની આખા મહિના સુધી અસર દેખાશે!

September 18, 2024

18 સપ્ટેમ્બર એટલે આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે. આજે જ પિતૃપક્ષનું પહેલું શ્રાદ્ધ પણ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ ચંદ્ર ગ્રહણની આ ઘટના ખૂબ જ મહત્ત્વની છે. ચંદ્ર ગ્રહણના અશુભ પડછાયામાં શુભ તેમ જ માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ. આ ચંદ્ર ગ્રહણની અસર એક રાશિ પર આખું વર્ષ રહેશે. ચાલો જાણીએ કે, કઈ રાશિ પર ચંદ્ર ગ્રહણની અસર આખું વર્ષ રહેશે.

ભારતીય સમય મુજબ, વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરે બુધવારની સવારે 06:12 વાગ્યાથી લઈને સવારે 10:17 વાગ્યા સુધી હતું. ચંદ્ર ગ્રહણનો સમય 5 કલાક 4 મિનિટનો હતો. 


આ ચંદ્ર ગ્રહણ મીન રાશિમાં લાગશે, તેથી આ રાશિ પર જ તેની અસર સૌથી વધારે જોવા મળશે. હકીકતમાં, ચંદ્ર પોતાનું રાશિચક્ર 27 દિવસ 6 કલાકમાં પૂરુ કરે છે. તેથી, ચંદ્ર ગ્રહણ જે રાશિમાં લાગશે, તેના પર ગ્રહણનો પ્રભાવ આશરે એક મહિના સુધી બની રહે છે.

સામાન્ય જીવન

ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવી શકે છે. દાંપત્ય જીવનમાં કડવાશ પેદા થઈ શકે છે. પતિ-પત્નીની વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે તેમજ ઘર કંકાસની પણ સંભાવનાઓ છે. મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓ સાથે પણ અણબનાવ થઈ શકે છે.

ધન

ચંદ્ર ગ્રહણ લાગ્યા બાદ મીન રાશિના જાતકોને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. આવકના સ્ત્રોત પ્રભાવિત થશે તેમજ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. વેપારી વર્ગના લોકોને નુકસાન વેઠવું પડી શકે છે તેમજ નફામાં પણ કમી નોંધાઈ શકે છે. વેપારમાં નફો કમાવવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે. શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લોકોની એકાગ્રતા તૂટી શકે છે. 

કારકિર્દી

મીન રાશિના લોકોને નોકરી-વેપાર પર પણ ચંદ્રગ્રહણની અસર જોવા મળી શકે છે. રોજગાર સાથે જોડાયેલી સમસ્યા પેદા થઈ શકે છે. નવી નોકરીની શોધમાં ઉતાવળ ન કરવી. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ લંબાઈ શકે છે.

સ્વાસ્થ્ય 

મીન રાશિના લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. રોગ-બીમારીને લગતી મુશ્કેલી વધી શકે છે. ઘણાં જૂના રોગ પણ ફરી ઊભા થઈ શકે છે. બીમારીઓને લઈને ખર્ચ વધી શકે છે. ઘરમાં માતા-પિતા અને વડીલોના સ્વાસ્થ્યનું આ સમયે ખાસ ધ્યાન રાખવું.

ચંદ્ર ગ્રહણના પ્રભાવથી કેવી રીતે બચવું? 

ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાન વિષ્ણુ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
ગ્રહણ બાદ સ્નાન કરો અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
ગૃહણ બાદ પૂજા-પાઠ કરો અને આર્થિક સ્થિતિ મુજબ દાન કરો.
ગ્રહણ બાદ પોતાના ગુરૂ અથવા શિવજીની પૂજા કરો.
કોઈ નિર્ધન વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરો.