વીજળીના તાર સાથે ટકરાયું હતું વિમાન, 7 કલાક સુધી લટકતા રહયા બે વિમાન ચાલક

November 28, 2022

૯૦ હજારથી વધુ ઘરો અને વ્યવસાયિકોએ વીજકાપ ભોગવવો પડયો


65 વર્ષીય પાયલટ પેટ્રિક મર્કલે અને લુઇસિયાનાના 66 વર્ષીય જેન વિલિયમ્સ હતા


મોન્ટગોમરી- અમેરિકાના મેરીલેંડ રાજયની મોન્ટગોમરી કાઉન્ટી ખાતે વીજળીની હાઇ ટેન્શન લાઇનો સાથે એક નાનું વિમાન ટકરાવાની ઘટના બની હતી. રવીવારે આ ઘટના બનતા વીજ પુરવઠો ખોરવાતા હજારો પરીવારો મુશ્કેલીમાં મુકાયા હતા.વોશિંગ્ટન પોસ્ટમાં સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે મોન્ટગોમરી કાઉન્ટીમાં ૯૦ હજારથી વધુ ઘરો અને વ્યવસાયિકોએ વીજકાપ ભોગવવો પડયો હતો.


આઉટેજનો સામનો કરનારો કાઉન્ટી વિસ્તાર કુલ વસ્તીના ૨૫ ટકા જેટલો હતો.મોન્ટગોમરી કાઉન્ટી પોલિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સિંગલ એન્જિન મૂની M20J સાંજે 5:40 વાગ્યાની આસપાસ મેરીલેન્ડના ગેથર્સબર્ગમાં મોન્ટગોમરી કાઉન્ટી એરપાર્ક નજીક પેપકો ટાવર લાઇનમાં અથડાયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર સ્થાનિક સમય રવિવાર 5.30 વાગ્યાનો હતો.


આ નાનકડા વિમાનમાં બે મુસાફરો હતા જેમને બચાવી લેવાયા હતા. બે મુસાફરો કલાકો સુધી હવામાં લગભગ 100 ફૂટ સુધી લટકતા રહ્યા હતા. મેરીલેન્ડ સ્ટેટ પોલીસે પ્લેનમાં સવાર લોકોની ઓળખ વોશિંગ્ટન ડી.સી.ના 65 વર્ષીય પાયલટ પેટ્રિક મર્કલે અને લુઇસિયાનાના 66 વર્ષીય પેસેન્જર જેન વિલિયમ્સ તરીકે કરી હતી. લગભગ સાત કલાક પછી બંનેને બચાવી લેવામાં આવ્યા હતા, વિલિયમ્સને પહેલા પ્લેનમાંથી નીચે લાવવામાં આવ્યા હતા,