સનાતન ધર્મ વિષે ટીકા કરવા માટે સુપ્રીમ કોર્ટે ઉદયનિધિ-સ્ટાલીનને ખખડાવી નાખ્યો

March 05, 2024

નવીદિલ્હી : તમિલનાડુના મંત્રી અને ડી.એમ.કે.ના નેતા ઉદયનિધિ સ્ટાલીનને સર્વોચ્ચ અદાલતે આજે (સોમવારે) ખખડાવી નાખ્યો હતો. સનાતન ધર્મને ઉન્મૂલિત જ કરી નાખવો જોઈએ તેવી તેણે કરેલી ટીકાની ઉઘડી લેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તમે કોઈ સામાન્ય માનવી નથી એક મંત્રી છો, આવાં વિધાનો કરવાનાં પરિણામો શો આવી શકે, તે તમારે સમજવું જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, તમિળનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીનના પુત્ર ઉદયનિધિ સ્ટાલીને સનાતન ધર્મને ઉન્મૂલિત કરી નાખવો જોઈએ. તેવી કરેલી ટીકા પછી તેની ઉપર વિવિધ રાજ્યોમાંથી વિવિધ લોકોએ કેસો કર્યા છે. તે બધા જ કેસોને એકી સાથે મુકવા માટે ઉદયનિધિ સ્ટાલિનના વકીલે સુપ્રીમ કોર્ટેમાં જાહેર રજૂઆત કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારે ઊગ્ર ટીકા કરતાં, ઉદયનિધિને ખખડાવી નાખ્યો હતો તે સમયે તેનો બચાવ કરવાની ઉદયનિધિના વકીલની પણ ક્ષમતા ન હતી. નિરીક્ષકો કહે છે કે સાચી પુખ્તતા વિના મળી જતી સત્તાને લીધે ઘણાંનાં મગજ ફરી જાય છે, તે પૈકી ઉદયનિધિ એક ઉદાહરણ છે. નિરીક્ષકો તો ત્યાં સુધી કહે છે કે ઉદયનિધિ સનાતન ધર્મ માટે બેફામ બોલી શકે છે, હિંમત હોય તો અન્ય કોઈ ધર્મ વિષે બોલી બતાવે. તેઓ કોર્ટમાં ન જાય, માથું જ કલમ કરી નાખે. ટૂંકમાં અચાનક આવેલી સત્તાએ ઉદયનિધિનું કદાચ મગજ ફેરવી નાખ્યું હશે તેથી તો બેફામ બોલે છે. ફરી તેઓ કહે હિંમત હોય તો બોલી બતાવ બીજા કોઈ ધર્મ માટે માથું કલમ થઈ જવાની ગેરેન્ટી છે.