મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ શરૂ

January 21, 2023

મહેસાણા: જિલ્લાના સુવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી (21 જાન્યુઆરી) ઉત્તરાર્ધ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. મોઢેરા સૂર્યમંદિરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન આપ્યું છે. મોઢેરા સૂર્યમંદિરે વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. દર વર્ષે યોજાતા ઉતરાર્ધ મહોત્સવે વૈશ્વિક કક્ષાનો મહોત્સવ બન્યો છે.

સૂર્યમંદિરના સાંનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં આજે પહેલા દિવસે કલાલયમના કલાગુરુ રૂચાબેન ભટ્ટ અને તેમની શિષ્યાઓએ ભરતનાટ્યમ રજૂ કર્યું. આજે ભવ્યાતિભવ્ય રીતે ઉત્તરાર્ધ ઉત્સવ શરૂ થયો છે, જેમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે. આજના કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો સુશ્રી રૂચાભટ્ટ દ્વારા ભરત નાટ્યમ, સુશ્રી બિના મહેતા દ્વારા કુચ્ચીપુડી, સુશ્રી જીગીષા વૈધ દ્વારા કથ્થક, સુશ્રી સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસ અને સુશ્રી સોમભા બંદોપાધ્યાય દ્વારા મણીપુરી નૃત્ય રજૂ કરશે.