નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા હજારો સમર્થકો PM આવાસ પહોંચ્યા
April 20, 2025
નેપાળમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ ફરી વિરોધ શરૂ કરી દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તેમજ રાજાના હાથમાં સોંપવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રાજાશાહીના રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)ના હજારો નેતાઓ અને કાર્યકર્તાઓ આજે (20 એપ્રિલ) વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થા અને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેખાવો સાથે રેલી કાઢી હતી. સમર્થકો દેશને રાજાશાહીના હાથમાં સોંપવા તેમજ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે. આરપીપી પાર્ટીના અધ્યક્ષના નેતૃત્વ હેઠળ યોજાયેલા દેખાવોમાં લગભગ 1500 દેખાવકારો બિજુલીબાજાર-બાનેશ્વર વિસ્તારમાં એકત્ર થયા હતા અને ‘ગણતંત્ર વ્યવસ્થા મુર્દાબાદ, અમને રાજાશાહી પાછી જોઈએ, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો, જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પાર્ટીના અધ્યક્ષ રાજેન્દ્ર, વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ધ્રુબ બહાદુર પ્રધા સહિત અન્ય લોકોએ પણ દેખાવો અને રેલીઓમાં જોડાયા હતા. દેખાવકારોએ ચીમકી આપી છે કે, તેઓ સરકારના આદેશની અવગણના કરશે અને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરશે.
આ પહેલા 28 માર્ચની સવારે કાઠમાંડૂના તિનકૂને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રેલી શરૂ થઈ હતી. આ રેલી સંસદ ભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. 2008માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માગ સાથે નીકળેલી આ રેલી અચાનક હિંસક બની હતી. સમર્થકોએ અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી હતી. આ દરમિયાન હજારો લોકોએ દેખાવો કર્યા હતા. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કર્યો હતો. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. આ ઘર્ષણમાં બેનાં મોત જ્યારે 30ને ઇજા થઈ હતી.
Related Articles
10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ
10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા...
Dec 05, 2025
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનન...
Dec 05, 2025
મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા
મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ,...
Dec 04, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી...
Dec 04, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા...
Dec 02, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ 78 ટકા મતથી ફગાવાયો
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સ...
Dec 02, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025