ટ્રુડો સરકારના નિર્ણયથી ઈમિગ્રેશનમાં 35% વિદ્યાર્થીઓનો ઘટાડો
September 07, 2024
કેનેડામાં પડી રહેલી તકલીફો અંગે અવગત હોવા થતાં પણ ગત વર્ષ સુધી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ હતો તે હવે વધુ નિરાશામાં ફેરવાઈ રહ્યો છે. જો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લાઈસન્સ કરિક્યૂલમ વાળી પ્રાઈવેટ કોલેજ પસંદ કરશે તો તેમને વર્ક પરમિટ મળશે નહીં એવું ટ્રુડો સરકાર દ્વારા જાહેર કરતાં નવા ફોરેન સ્ટુડન્ટ્સમાં જંગી રિજેક્શન આવી રહ્યા છે. આ નિર્ણયથી સ્પાઈસ વિઝાને પણ સીધી અસર થતાં અને 24મી
જાન્યુઆરીના રોજ કેનેડાએ 3.6 લાખ વિદ્યાર્થીઓની લિમિટ બાંધતા હાલ ગુજરાતમાંથી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગયા અઠવાડિયે કેનેડાની ટ્રુડો સરકારે ટેમ્પરરી ફોરેન વર્કરને આપવાના માનદ વેતનમાં પણ ઘટાડો કર્યો હતો. જેની અસર 70 હજારથી વધુ વિદેશથી આવીને ભણતા વિદ્યાર્થીઓની રોજીરોટી પર થઈ રહી છે. આ સાથે કેનેડા જવા માટેનો જે ખર્ચ હતો તે પણ અત્યાર સુધી સરેરાશ 22-23 લાખ રુપિયા હતો પરંતુ હવે તે સરેરાશ 37 લાખે પહોંચતા અનેક ગુજરાતી માતા-પિતા અને સંતાનો માટે કેનેડા એક કપરું ચઢાણ કહી શકાય.
નોકરી મળવાની શક્યતાઓનો ઘટાડો અને વધુ ફી અને ભવિષ્યમાં મળનારા લાભો અંગેની અસ્થિરતાને કારણે ગુજરાતમાં વસતા કેનેડા વાંછુઓમાં 35 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. જો કે કેટલાક અમેરિકા જવાના પ્લાનિંગથી કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. આમ ડન્કી રુટ તરીકે કેનેડાનો ઉપયોગ કરનારા પાંચેક હજાર ભારતીયોને કેનેડાની બોર્ડરથી પાછા મોકલવામાં આવી રહ્યા છે.
પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. બે સપ્તાહ પહેલાં કેનેડા માટે એપ્લાય કરનાર વિદ્યાર્થીને રિજેક્શન આવતા જણાવે છે કે મારા મિત્રોને કારણે મેં એપ્લાય કર્યું હતું.
પરંતુ હવે ત્યાંની સ્થિતિ વધારે વણસી રહી હોય એવું લાગે છે. મારા પરિવારે ૨0 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં 12 લાખ ફરજીયાત ગેરેન્ટી ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ માટે અને 11 લાખ રુપિયા કોલેજ ફી ભરવાની તૈયારી બતાવી અને ફાઈલ મૂકી હતી. છતાં પણ રિજેક્શન આવ્યું.
રિજેક્શન બાદ પણ ત્યાંની કોલેજો દ્વારા દસથી બાર ટકા કાપી લેવામાં આવે છે. આંબાવાડી સ્થિત એક વિદ્યાર્થી જણાવે છે કે હાલમાં જ તેને રિજેક્શન આવતા તેની 18 લાખ ફીનો દસ ટકા હિસ્સો એટલે કે અઢી લાખ રુપિયા કાપીને પંદર દિવસે ફીના પૈસા પાછા આપવામાં આવ્યા. અમારો પરિવાર મઘ્યમ વર્ગીય હોવાથી માતા-પિતાએ માંડ આ પૈસા ભેગા કરીને મારી ફાઈલ તૈયાર કરાવી હતી જેમાં રિજેક્શન મળ્યું છે. આ અંગે અમદાવાદના
માન્ય વિઝા કન્સલ્ટન્ટ જણાવે છે કે હાલમાં કેનેડાની પરિસ્થિતિ ખૂબ જ વિપરિત છે. એક સમય એવો હતો કે અમારી પાસે વિદ્યાર્થીઓની મોટી ભીડ જોવા મળતી.
અમારે કેનેડા માટે એપોઈન્ટમેન્ટ આપવી પડતી પરંતુ સતત રિજેક્શનના કારણે સહેજેય 35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે IELTS માં આવનારા વિદ્યાર્થીઓમાં 35 ટકા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય દેશોમાં પણ ઘડાટો આવતા IELTS કોચિંગમાં પચાસ ટકા ઘટાડો જેવા મળી રહ્યો છે. IELTS ની ફી 17000 રુપિયા છે. ઘણા વિદ્યાર્થીઓ ઓછા બેન્ડ આવતા ફરીવાર ટેક લે છે ત્યારે કોચિંગ ફી અને પરીક્ષા ફીમાં પણ પચાસ હજારથી
લાખ રુપિયાનો ખર્ચ થતાં હવે વિદ્યાર્થી અને વાલીઓ માટે વિદેશગમન વધુને વધુ ખર્ચાળ થતું જાય છે.
Related Articles
કેનેડામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે ચેંડા:બદમાશોએ પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવ્યો
કેનેડામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ...
કેનેડા સરકારે ફરી નિયમો બદલ્યા:ફોરેન એનરોલમેન્ટ કેપ અને અભ્યાસ પછી કામ કરવા અંગે નવા ફેરફારો, ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે
કેનેડા સરકારે ફરી નિયમો બદલ્યા:ફોરેન એનર...
Sep 19, 2024
ચારે તરફથી માર પડયો હોવા છતાં ટ્રુડો કહે છે : 'હું પદ છોડીશ નહીં'
ચારે તરફથી માર પડયો હોવા છતાં ટ્રુડો કહે...
Sep 19, 2024
બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું ટોરોન્ટોના તળાવમાં ડુબી જતા મોત
બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું ટ...
Sep 17, 2024
ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોકયુમેન્ટરી 'રશિયન્સ એટ વૉર'નું સ્કિનિંગ કેમ કેન્સલ કરાયું ?
ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડો...
Sep 14, 2024
કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની નિર્દય હત્યા, પરિવારજનો આઘાતમાં
કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય...
Sep 07, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Sep 28, 2024