TV અભિનેતા અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં મોત

January 18, 2025

ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તે માત્ર 23 વર્ષનો હતો. તે ટીવી શો 'ધરતીપુત્ર નંદિની'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો.ટીવી સીરિયલ 'ધરતીપુત્ર નંદિની' ફેમ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

શૂટિંગ પૂરું કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી. તે હાઈવે પર પડ્યો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની લગભગ 25-30 મિનિટમાં જ તેનું મોત થયું હતું.

અમન જયસ્વાલ યુપીના બલિયાના રહેવાસી હતા. તે અભિનેતા બનવાના સપના સાથે મુંબઈ આવ્યો હતો. પોતાની મહેનતથી તેણે આ સપનું સાકાર કર્યું. જોકે, આ માર્ગ અકસ્માતે નાની ઉંમરમાં જ તેમનો જીવ લીધો હતો. અમન માત્ર 23 વર્ષનો હતો. 'ધરતીપુત્ર નંદિની' શો નઝારા ટીવી ચેનલ પર વર્ષ 2023માં શરૂ થયો હતો. આ શોમાં અમન પહેલીવાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ટીવી શો 'ઉદારિયાં' અને 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ'માં નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો.