વડોદરા: પેપર લીક મામલે સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના 2 ડાયરેકટરની અટકાયત

January 29, 2023

વડોદરામાં પેપર લીક મામલે સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના 2 ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. જેમાં પેપર લીકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડાયરેકટરની ગુજરાત ATSએ અટકાયત કરી છે. તેમાં ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરીની પૂછપરછ શરુ કરવામાં આવી છે.

પેપરલીક મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર આવ્યું હતું. તેમજ વડોદરાના માંજલપુર વિસ્તારમાં સૌ પ્રથમ પેપર આવ્યા હતા. તેમાં પ્રદિપ નામનો વ્યક્તિ પેપર લાવ્યો હોવાની માહિતી સામે આવી છે.

વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પેપર આવ્યું હતું. જેમાં પેપર શીખવા રૂપિયા 12થી 15 લાખ પર કેન્ડિડેટનો ભાવ હતો. તેમાં 40થી 50 વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. તથા પેપર ફૂટવાનું સૌથી મોટુ કૌભાંડ ખુલે તેવી શક્યતા છે. કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી છે. તથા ઓડિશાના નાયક નામનો યુવક ATSના જાપ્તામાં છે. અગાઉ પણ પેપરલીકમાં શંકાસ્પદ સંડોવણી હતી.