ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
March 21, 2023

દિલ્હી- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો છેલ્લા ભાવ 15 મહિનાના નીચલા સ્તર પર પહોચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $73 આસપાસ જોવા મળે છે, વધતી જતી મંદીની ચિંતા, ઘટતી માંગ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકાને કારણે પણ ક્રૂડના ભાવમાં સતત ઘટાડો નોધાંયો છે. આજે આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ સોમવારે $2.32 ઘટીને $71ની નીચે $70.65 પ્રતિ બેરલ પર બંધ થયુ હતુ. ડિસેમ્બર 2021 બાદ સૌથી નીચા સ્તર આવી પહોચ્યુ છે. એ સમયે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 70.56 ડોલર હતું. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત મળતી નથી
ગત ફેબ્રુઆરી 2022ના છેલ્લા અઠવાડિયામાં રશિયાના યુક્રેન પર હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેમા તે સમયે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 139 ડોલરની નજીક પહોંચી ગયું હતું, પરંતુ 2008 પછી ક્રૂડ ઓઈલની સૌથી વધુ કિંમત હતી. આ તેજી આવ્યા પછી સરકારી ઓઈલ કંપનીઓએ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જ કર્યો છે. અને દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રુપિયા 100ને ક્રોસ કરી ગયા હતા. પરંતુ રિટેલ મોંઘવારી દરમાં મોટો ઉછાળો આવ્યા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી પડી હતી.
Related Articles
300000%ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ 1 લાખના બનાવી દીધા 30 કરોડ
300000%ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપ...
May 28, 2023
ફાર્મા, જ્વેલરી, ફૂટવેર ટ્રેડમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટયો
ફાર્મા, જ્વેલરી, ફૂટવેર ટ્રેડમાં ભારતનો...
May 28, 2023
રેલવેને ખુદાબક્ષ મુસાફરો પાસેથી બમ્પર કમાણી થઈ, 2200 કરોડ વસૂલ્યા
રેલવેને ખુદાબક્ષ મુસાફરો પાસેથી બમ્પર કમ...
May 27, 2023
ગૌતમ અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ છોડી દીધા, ટોપ-20માં ધમાકેદાર વાપસી
ગૌતમ અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ...
May 24, 2023
એમેઝોનનાં જેફ બેઝોસે કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ, કાન્સમાં રિંગ સાથે દેખાઈ લોરેન
એમેઝોનનાં જેફ બેઝોસે કરી ગર્લફ્રેન્ડ સાથ...
May 23, 2023
સામાન્ય જનતાને મોટી રાહત, તેલની કિંમતમાં ઘટાડો..જાણો નવા ભાવ
સામાન્ય જનતાને મોટી રાહત, તેલની કિંમતમાં...
May 21, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023