17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક

March 18, 2025

ઘણા સમયથી અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસા દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર સાંજ સુધીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, અન્ય NASA અવકાશયાત્રી અને રશિયન અવકાશયાત્રી સાથે, SpaceX ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે અવકાશમાંથી પાછા ફરતાંની સાથે જ પૃથ્વી પર પગ મૂકતાં જ બેબી ફીટની સમસ્યાનો સામનો કરવો પડશે. જો કે, આ કોઈ રોગ નથી, પરંતુ એક સ્થિતિ છે જે દરેક માણસમાં થાય છે.

વાપસી માટેનું સમયપત્રક શું છે?

  • 18 માર્ચ સવારે 08.15 વાગ્યે - હેચ ક્લોઝ (વાહનનું ઢાંકણું બંધ રહેશે)
  • 18 માર્ચ સવારે 10.35 વાગ્યે - અનડૉકિંગ (આઇએસએસથી વાહનને અલગ કરવું)
  • 19 માર્ચ સવારે 02.41 કલાકે – ડીઓર્બિટ બર્ન (વાતાવરણમાં વાહનનો પ્રવેશ)
  • 19 માર્ચ સવારે 03.27 વાગ્યે – સ્પ્લેશડાઉન (દરિયામાં વાહનનું ઉતરાણ)
  • 19 માર્ચ સવારે 05.00 વાગ્યે - પૃથ્વી પર પાછા ફરવા અંગેની પ્રેસ કોન્ફરન્સ