નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત
April 07, 2025

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીમાં ઠંડક મેળવવા માટે સુરતના ત્રણ મિત્રો નવસારીની અંબિકા નદીમાં નહાવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો નદીના પાણીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે મોડી રાત સુધી તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે મોકલ્યો હતો.
રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ત્રણ ચીખલી તાલુકાના સરૈયા ગામે અંબિકા નદીના ચેકડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં 21 વર્ષીય રાજ દેવરાજ નાયકા નદીમાં અંદર સુધી પહોંચતા પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર સહિત બીલીમોરા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બિગ્રેડની ટીમ અને તરવૈયાની મદદથી નદીમાં ડૂબી ગયેલાં યુવકની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકનું પીએમ કરીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Related Articles
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉ...
Apr 07, 2025
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં...
Apr 07, 2025
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવક ગુજરાતી નીકળ્યો, પત્નીને બચાવવા જતાં પાડોશીના હુમલામાં મોત
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવ...
Apr 07, 2025
ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો સોનામાંથી નવનિર્મિત મુગટ ધરાવાયો
ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો...
Apr 07, 2025
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગ...
Apr 06, 2025
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાય...
Apr 06, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025