ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો સોનામાંથી નવનિર્મિત મુગટ ધરાવાયો

April 07, 2025

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં બિરાજમાન ભગવાન શામળિયા પર ભક્તોને અતૂટ શ્રાદ્ધા છે. ત્યારે રામનવમીના પાવન પર્વે શામળાજી મંદિરમાં ભાવિકો મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. તેમજ ભગવાન શામળિયાના વિશેષ મુગટ સાથેના શણગારના દર્શનનો લ્હાવો લઈને ભાવિકોએ ભારે ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભગવાન શામળિયાના ચરણોમાં ભક્તોએ જે જે સોનાના આભૂષણો અર્પણ કરેલ છે.

ભગવાન શામળિયા માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર કલાત્મક ડિઝાઇન વાળો મુગટ ખાસ અમદાવાદ ખાતે 10થી વધુ કારીગરો દ્વારા તૈયાર કરાવડાવ્યો છે. જેમાં લગભગ 30 લાખ જેટલી મજૂરી ખર્ચ થયો છે. જોકે આ મજૂરીનો ખર્ચ કારીગરો દ્વારા લેવામાં આવ્યો નથી. તેમજ તેને બનાવવામાં લગભગ 3 માસ જેટલો સમય થયો છે. 700 ગ્રામ હીરાનો મુગટમાં ઉપયોગ કરાયો છે. 3 કિલોગ્રામ સોનુ તેમજ હીરાજડિત મુગટની કિંમત રૂ. 4.25 કરોડથી વધુની હોવાનું મંદિરના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.