અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતી અમૃતસરથી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા
February 17, 2025

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ચાર લોકો પરત ફર્યા છે, તેમાં મહેસાણાના બે લોકો એક સુરેન્દ્રનગર અને એક ગાંધીનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલમાં મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ ઍરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઇટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે.
Related Articles
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક...
Mar 08, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

10 March, 2025

10 March, 2025