'ઈઝરાયલી હુમલામાં મારા પરિવારના 68 સભ્યો ગુમાવ્યા',પેલેસ્ટિનિયન શરણાર્થીનું દર્દ છલકાયું

November 11, 2023

જેઓ પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે તેઓ જ જાણે છે કે ઇઝરાયેલના હુમલા કેટલા ભયાનક છે. પેલેસ્ટિનિયન મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા મેસેચ્યુસેટ્સના અમેરિકી સેનેટર એલિઝાબેથ વોરેન પાસેથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની માંગ કરી રહી છે.

બોસ્ટનની એક રેસ્ટોરન્ટમાં પોતાની ઓળખ પેલેસ્ટિનિયન શરણાર્થી તરીકે આપતી એક મહિલા સેનેટર વોરેનને કહી રહી છે કે ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં તેના પરિવારના 68 લોકો માર્યા ગયા છે. તે વોરેનને પૂછે છે કે યુદ્ધવિરામ પહેલા કેટલા લોકોને મરવા પડશે?

પીડિત મહિલાએ કહ્યું હતું કે હું ગાઝાની શરણાર્થી છું. છેલ્લા ત્રણ અઠવાડિયામાં મારા પરિવારના 68 લોકો આ હુમલામાં માર્યા ગયા છે અને હું માત્ર એ જાણવા માંગુ છું કે યુદ્ધવિરામ પહેલા કેટલા લોકોના મોત થશે. મહિલા શરણાર્થીએ કહ્યું હતું કે, મારા પરિવારના હજુ કેટલા લોકોએ યુદ્ધવિરામની હાકલ કરવી પડશે? લોકો દરરોજ તમારી ઓફિસમાં ફોન કરીને યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે અને તમે યુદ્ધવિરામની માંગણી કરવાનો ઇનકાર કરી રહ્યા છો.