જંબુસરમાં કોંગ્રેસની સભામાં છુટ્ટાહાથે મારામારી

November 29, 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લી ઘડીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસની સભામાં હોબાળો થયાના સમાચાર સામે આવ્યા છે. જંબુસરના આમોદ ખાતે સંજય સોલંકીની સભામાં મારામારી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઇ ગયા હતા.

ભરૂચના આમોદમાં જંબુસર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની સભા યોજાઈ હતી. આ સભા દરમિયાન મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીને સભા છોડી દેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. વડોદરાની સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતના પ્રચાર માટે આજે સાંજે સાડા ચાર વાગ્યે કોંગ્રેસના નેતા કનૈયાકુમાર આવશે. ગોરવા આઇટીઆઇ ચાર રસ્તા પાસે જાહેર સભાને સંબોધન કરશે.