સુરતમાં જમીન દલાલના મિત્ર એ જ હત્યાની સોપારી ફોડી!

January 30, 2024

ઓલપાડ: સુરતના ઓલપાડમાં થયેલ ચકચારીત જમીન દલાલ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીન દલાલના મિત્ર એ જ હત્યાની સોપારી આપી હતી. પૈસાની લેતી દેતી અને જમીનના હિસાબ મામલે સોપારી આપી હત્યા કરાવાઈ હતી. પોલીસે એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર થયો છે.


ગત 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે સુરત જિલ્લાના ઓલપાડના પરા વિસ્તારમાં અંજર મલેક નામના જમીન દલાલની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ 28 જેટલા શરીર પર ચાકુના ઘા ઝીંકયા હતા. મૃતદેહની આસપાસ જાણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘર નજીક લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મોપેડ લઈ જતા હોય એવા દ્રશ્યો કેદ થયા હતા. 

અંજર મલેક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ,સીસીટીવી માં કેદ દ્રશ્યો પ્રમાણે હત્યા ના દિવસે રાત્રીના આશરે 3 વાગ્યા આસપાસ અંજર મલેક પોતાના ઘરે આવ્યો હતો અને ઘર બહાર મોટર સાયકલ પાર્ક કરેલી જોઈ બાજુમાં આવેલ પોતાનાજ અન્ય ઘરે ત્રીજા માળે ગયો હતો. અંજર મલેક ના ઉપર ગયા ના થોડી વાર માજ ચાર યુવકો બે મોપેડ પર ભાગતા નજરે પડે છે. જોકે વહેલી સવારે પરિવારના સભ્યો ઉપર જતા મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. અંજર મલેકની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી અને હાથ પાસે એક પિસ્તોલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પુરાવાઓ તેમજ સીસીટીવી એકત્રિત કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર લોકો કોણ હતા, તેની તપાસ શરૂ કરી હતી.
અંજર માલિકે પોતાના ઘરની બાજુમાં જ પોતાના અન્ય ઘરનો ત્રીજા માળે ચાર લોકોને શરણ આપી હતી. જેમાં રાકેશ એકનાથ મોઇતે ઉર્ફે બાલો ,પંકજ મછીન્દ્ર સેદાને ઉર્ફે પકીયો ,સાહિલ પટેલ તેમજ એક સગીર હતા , અંજર મલેક ને ખબર નહતી કે જે લોકો ને શરણ આપી છે એ લોકો જ એને મોત ને ઘાટ ઉતારી દેશે. ઘટનાની રાત્રે આ ચારેય આરોપીઓ અંજર મલેકની રાહ જોઈને બેઠા હતા. અંજર મલેક સુરત પોતાના મિત્ર સાથે કામ અર્થે ગયો હતો. અંજર મલેક ઘરે પહોંચ્યો ત્યારે કાર પાર્કિંગમાં બાઇક જોઈ ઉપર ત્રીજા માળે જોવા ગયો હતો, જ્યાં રાહ જોઈ બેઠેલા ચારેય ઈસમોએ અંજર મલેક પર તૂટી પડ્યા હતા. અંજર મલેક પિસ્તોલ કાઢી પ્રતિકાર કરે એ પહેલાં 28 જેટલા ચાકુના ઘા શરીરમાં ઝીકી દીધા હતા. જોકે અંજર મલેકની હત્યા કેમ કરવામાં આવી એ પણ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.