સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

February 27, 2024

રાજ્યમાં લઘુત્તમ તાપમાન ફરી ઊંચકાયું છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી વધારો નોંધાયો છે. તથા તમામ શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તેમજ અમદાવાદમાં 18.3 ડિગ્રી, વડોદરામાં 18.2 ડિગ્રી, સુરતમાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. ભૂજમાં 17 ડિગ્રી , નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં 10થી 12 કિલો પ્રતિ કલાક પવન ફૂંકાશે.

સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી પવનો ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે અને રાજ્યમાં ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, ત્યારે આગાહી અનુસાર રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડ્યુ છે.