વડોદરાની સભા પહેલા જ અમિત શાહની તબિયત બગડી

November 26, 2022

અમિત શાહની જગ્યાએ જે.પી.નડ્ડા સભામાં સંબોધન કરશે

નાદુરસ્ત તબિયતને કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ- ગુજરાત ચૂંટણીને લઈ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન ભાજપના સ્ટાર પ્રચાર અને ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડતા તેમની વડોદરામાં યોજાના સભા રદ થઈ ગઈ છે. તો મળતા અહેવાલો મુજબ વડોદરામાં અમિત શાહના સ્થાને જે.પી.નડ્ડા સભામાં સંબોધન કરશે. દરમિયાન નાદુરસ્ત તબિયતના કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા છે. વડોદરામાં અમિત શાહની સભા રદ થતાં ઉમેદવારો સહિત કાર્યકરો નિરાશ થયા છે.


દરમિયાન આજે વડોદરામાં નિઝામપુરાના મહેસાણાનગરમાં આવેલ ગરબા ગ્રાઉન્ડમાં ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી સભા યોજાવાની હતી. આ માટે અહીં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. ઉમેદવારો અને કાર્યકરોમાં પણ અમિત શાહની સભાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જોકે અચાનક અમિત શાહની તબિયત બગડતા તેમની વડોદરાની ચૂંટણી સભા રદ થઈ હતી અને તેઓ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. જોકે આ સભામાં હવે જે.પી.નડ્ડા સંબોધન કરશે.