BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ
December 27, 2024
મહેસાણા- મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે આજે (27 ડિસેમ્બર, 2024)ના રોજ ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવ્યો છે. CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાંથી તેને ગાંધીનગર લવાયો છે, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. સૂત્રોના અનુસાર, તેની ધરપકડ મહેસાણા જિલ્લાના વિસનગરના દવાડા ગામથી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયાથી CID ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી કરી રહી હતી. CIDએ લોકોને જણાવ્યું છે કે, જેમને પણ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ કરવી હોય તેઓ ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસે આવી શકે છે.
મળતી માહિતી અનુસાર, જ્યારથી કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. ત્યારે આજે એક મહિના બાદ તેનું પગેરૂ મળ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. CID ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી ઝડપ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા તેનું (ભૂપેન્દ્ર) લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના CA ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આજે CID દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026