અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમાચાર, સ્ટૅડિયમ નજીકથી ચાર શંકાસ્પદ લોકો ઝડપાયા

January 31, 2023

અમદાવાદ: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝનો ત્રીજો મેચ રમાનાર છે. આજે સ્ટેડિયમ નજીક શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા  4 યુવકોની અટકાયત કરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મળતી મુજબ આજે સ્ટેડિયમ પાસેથી જ અટકાયત કરેલા યુવકો કાશ્મીરના હોવાનું જાણવા મળી રહ્યું છે.  અમદાવાદમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝનો ત્રીજો ટી20 મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. આવતી કાલે ટી 20ની ક્રિકેટ મેચ રમાવવાની હોવાથી સ્ટેડિયમ પર તૈયારીમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નરેન્દ્ર મોદી  સ્ટેડિયમની નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિનાં આધારે 4 યુવકોની અટકાયત કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ યુવકો કાશ્મીરના હોવાનું જાણવા મળ્યુ છે.