રાજકોટમાં ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો ભાજપના નેતા પર આક્ષેપ
March 16, 2025

રાજકોટ : રાજકોટ જિલ્લાના ભાજપના મહામંત્રીના નામનો લેટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ થયેલાં લેટરમાં ભાજપના મહામંત્રીના રવિ માકડિયાએ નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી. જ્યારે સોશિલ મીડિયામાં લેટર કરનારા લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી અને માનસિક ટોર્ચર કર્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈપણ વ્યક્તિને હેરાન-પરેશાન ન કરાયા હોવાનું જણાવ્યું હતું.
રાજકોટમાં થોડા દિવસ પહેલા જિલ્લાના ભાજપના મહામંત્રી રવિ માકડીયાના નામના લેટર વાઈરલ થયો હતો. જેમાં મહામંત્રી વિરૂદ્ધમાં ગંભીર આક્ષેપ કરાયાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસમાં અરજી નોંધતા પોલીસે ભાજપના જ આગેવાનોની પૂછપરછ હાથ ધરી હતી. જેને લઈને ઉપલેટા પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે, સમગ્ર ઘટનાને લઈને ઉપલેટાના અશોક લાડાણી નામના વ્યક્તિ સહિત લેટરને સોશિયલ મીડિયામાં વાઈરલ કરનારા લોકોને પોલીસે ઉઠાંતરી કરી હતી અને પોલીસ દ્વારા તેમને ગોંધી રાખીને માનસિક ટોર્ચર કરાયાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે ઉપલેટાના ભાજપના આગેવાન અશોક લાડાણીએ જણાવ્યું હતું કે, 'મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને મને માનસિક ટોર્ચર કર્યો. મને ખુબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટના કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરવામાં આવ્યો. આ મામલે પીઆઈ સાહેબે અમને તપાસ પૂર્ણ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું. આ બાબતે રાજ વાઢેર, કરસનભાઈ ધ્રાંગુ, લકીરાજ સહિતના બધાના નિવેદન લીધા હતા. જો કે, ઘટનાને સાત દિવસથી વધુ થયુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025