તાઈવાન સમ્મેલનથી ચીન ગભરાઈ ગયું હવે કેટલાક દેશોના નેતાઓને ફોન કરે છે

July 29, 2024

બૈજિંગ: ચીનને લક્ષ્યમાં રાખી યોજાનારા તાઈવાન સમ્મેલનમાં ઓછામાં ઓછા ૩૫ દેશો ભાગ લેવાના છે. તેમાં હાજર ન રહેવા ચીને છ દેશોના રાજદ્વારીઓને તેમાં ભાગ ન લેવા ભારપૂર્વક જણાવી દીધું છે. તે દેશોએ જ આ માહિતી આપી છે. તેમાં બોલિવિયા, કોલંબિયા, સ્લોવાકીયા, ઉત્તર મેસીડોનિયા, બોસ્નીયા અને હર્ઝગોવિનિયા સમાવિષ્ટ છે. જાણકારો કહે છે કે આ દેશોને ચીને તેમના પ્રમાણમાં મોટી બોનસ આપી તેમને ચીનનો ''હુકમ'' માન્યા સિવાય છુટકો નથી. આ ઉપરાંત એક અન્ય દેશ કે જેણે પોતાનું નામ નહીં આપવાનું કહ્યું છે. તે દેશ પાકિસ્તાન જ હોઈ શકે. તેમ માનવામાં આવે છે. રશિયા તો સહજ રીતે આ સંમેલનમાં ઉપસ્થિત ન જ રહે તે કહેવાની જરૂર જ નથી. કારણ કે ચીન સાથે તે મૈત્રીથી જોડાયેલું છે અને ચીન તાઈવાનને પોતાનો જ એક પ્રાંત માને છે. આ 'તાઈવાન-સમ્મેલન' સોમવારથી શરૂ થવાનું છે. તેનું આયોજન ચીન સંબંધી અંતર સંસદીય ગઠબંધન કરી રહ્યું છે. આ સમ્મેલન તે અંગે ચિંતિત છે કે લોકતાંત્રિક દેશો ચીન પ્રત્યે કેવું વલણ રાખે છે. એસોસિએટેડ પ્રેસે સમ્મેલનના આયોજકો અને ત્રણ નેતાઓ સાથે વાત કરી તથા ચીની રાજદ્વારીઓ દ્વારા તેમને મોકલવામાં આવનારા સંદેશા તથા ઈ-મેઈલની સમીક્ષા કરી સાથે પુછવામાં આવ્યું કે તેઓ સમ્મેલનમાં ભાગ લેવાની યોજના કરે છે. ચીન ઉપર અંતર સંસદીય ગઠબંધન લાંબા સમયથી ચીન ઉપર (તાઈવાન બાબતે) દબાણ કરી રહ્યું છે. ચીન તાઈવાનને સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ ગણવા સામે વિરોધ કરે છે. એક ચીનની નીતિને બહારથી અનુસરનારા દેશો તાઈવાનમાં દૂતાવાસો ખોલતા નથી કે તાઈવાનના દુતાવાસો પોતાના દેશમાં ખોલવા દેતા નથી. પરંતુ ઈકોનોમિક્સ તથા એજ્યુકેશન ગુ્રપસને પોતાના કાર્યાલયો પોતાના દેશમાં ચાલુ કરવાની છૂટ આપે છે. જે સામે ચીન સત્તાવાર રીતે વિરોધી ઉઠાવી ન શકે. ઉલ્લેખનીય તે છે કે તેના શૈક્ષણિક જુથોમાં રહેવા રાજ્યશાસ્ત્રના પ્રોફેસરો જ ''રાજદૂત'' જેવી કાર્યવાહી કહે છે. તેવું જ સંબંધિત દેશોના ઔદ્યોગિક અને વ્યાપારી જુથો અને શૈક્ષણિક જુથો તાઈવાનમાં કામ કરે છે. ત્યાં તે દેશોના પ્રોફેસરો ''રાજદૂત''નું કામ કરે છે. ભારત તે પૈકીનું એક છે. અહીં દિલ્હી તથા મુંબઈમાં તાઈવાનની આવી કચેરીઓ છે. જ્યાં પ્રોફેસરો રાજદૂત કે ઉપરાજદૂતનું કામ કરે છે. હવે આવા કાર્યાલયો તાઈવાન ચેન્નાઈમાં પણ ખોલવાનું છે.