DRDOએ CRPF જવાનો માટે તૈયાર કરી પાણીની ખાસ બોટલ તૈયાર કરી

August 04, 2025

શની રક્ષાકાજે જવાનો 24 કલાક બોર્ડર પર તૈનાત હોય છે. ત્રણેય સિઝનમાં કે કોઇ પણ એવી પરિસ્થિતિમાં તેઓ હંમેશા દેશની સુરક્ષા કાજે ખડેપગે હોય છે. એવામાં ગમે તેવી પરિસ્થિતિની અંદર તેમને પીવાનું પાણી ચોખ્ખુ અને સુરક્ષિત મળી રહે તે માટે DRDO દ્વારા જવાનો માટે ખાસ પાણીની બોટલ તૈયાર કરવામાં આવી છે. આ બોટલ પીવાના પાણીને ન માત્ર સાફ અને બેક્ટેરિયા ફ્રી રાખે છે. પરંતુ આ બોટલમાં ખાસ ફિલ્ટરેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જે ગમે ત્યાંથી મળેલાં પાણીને પણ પીવા લાયક બનાવે છે. વજનમાં એકદમ હળવી અને પોર્ટેબલ આ બોટલને ખાસ ફીલ્ડ ઓપરેશનના જવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ બોટલની મુખ્ય વિશેષતાઓ

  • ફિલ્ટ્રેશન સિસ્ટમ: આ બોટલમાં એક સુધારેલ ફિલ્ટ્રેશન સિસ્ટમ છે, જે પાણીમાંથી બેક્ટેરિયા, વાયરસ અને અન્ય અશુદ્ધતાઓને દૂર કરે છે.
  • દીર્ઘકાલીન ઉપયોગ: આ બોટલ પાણીને લાંબા સમય સુધી સ્વચ્છ અને તાજું રાખવામાં સક્ષમ છે.
  • હલકી અને પોર્ટેબલ: આ સૈનિકોને સરળતાથી લઈ જવામાં અને ઉપયોગમાં લેવા માટે અનુકૂળ છે.
  • સંદિગ્ધ સ્ત્રોતોથી પાણી શુદ્ધ કરવું: જ્યાં પીવાનું પાણી મર્યાદિત છે અથવા તેની વિશ્વસનીયતા શંકાસ્પદ છે, એવા વિસ્તારોમાં આ ખાસ ઉપયોગી છે.
  • ટકાઉ: આ કઠિન પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બોટલ સૈનિકોને સુરક્ષિત અને સ્વચ્છ પાણી પૂરુ પાડી તેમના આરોગ્ય અને કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરશે.