ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજાનું એલાન, 6 આરોપી નિર્દોષ
January 30, 2023

આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
ગાંધીનગર- આસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયાં છે. તે સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આવતીકાલે સજાનું એલાન કરશે.
ગાંધીનગર કોર્ટમાં દુષ્કર્મ કેસ મામલે ગત ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓના નિવેદનો લેવાયા હતાં. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી.
આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
Related Articles
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડ...
Mar 24, 2023
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1291
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા,...
Mar 24, 2023
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહા...
Mar 24, 2023
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દંડ; જામીન મળી ગયા, કહ્યું- મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દ...
Mar 23, 2023
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, સૌથી વધુ અમદાવાદમાં કેસ
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 100...
Mar 22, 2023
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખેલ્યો પ્રણયફાગ, માણ્યું શરીરસુખ
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખ...
Mar 22, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023