ઈઝરાયલે યમનમાં હૂતિઓના અનેક ઠેકાણા નાશ કર્યા

July 30, 2024

મિડલ ઈસ્ટમાં અત્યારે ઈઝરાયલ એકસાથે બે યુદ્ધમાં વ્યસ્ત છે. એક હમાસ અને હૂતીઓ સામે. ઈઝરાયલ સૈન્યએ તાજેતરમાં તેલ અવીવ પર થયેલા ઘાતક ડ્રોન હુમલાના વળતા જવાબમાં પશ્ચિમી યમનમાં ઘણા હૂતીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈઝરાયલી હુમલામાં યમનના બળવાખોરોના કબ્જા ધરાવતા બંદરને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત કરાયું છે. આ હુમલામાં બંદરને ઓછામાં ઓછું 20 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.

હોદેદા બંદરના એક અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું કે આ હુમલામાં ઈંધણ સ્ટોરેજ સુવિધાઓને નષ્ટ થતા નુકસાન પણ વઘારાયું છે. ઈઝરાયલી સૈન્યએ 20 જુલાઈએ ઈરાનના સમર્થિત હૂતી બળવાખોરના કાબૂ ધરાવતા બંદર હોદેદા પર આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંદરના મોટાભાગના ઓઈલ સ્ટોરેજ ક્ષમતા નષ્ટ થઈ અને ભીષણ આગ લાગી ગઈ જે ઘણા દિવસો સુધી સળગતી રહેશે.