જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોને ST બસમાં વિનામુલ્યે મુસાફરી

January 29, 2023

જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોને ST બસમાં નિઃશુલ્ક પરત લઈ જવાશે. જેમાં તમામ ઉમેદવારોને રાહત થઇ છે. તેમાં જુનિયર ક્લાર્કની આજે પરીક્ષા રદ થતા
ઉમેદવારો અટવાયા હતા. જેમાં વહેલી સવારથી જ હિંમતનગર આવેલ ઉમેદવારોએ હોબાળો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવિધ જીલ્લાના તમામ સેન્ટર પર વહેલી સવારથી જ ઉમેદવાર પહોચ્યા હતા. ઉમેદવારો કેટલીક જગ્યાએ તો રાતથી જ પહોંચી ગયા હતા. જેમાં પરીક્ષા રદ કરવામાં આવતા લાખો યુવાનોના સ્વપ્ન રોળાયા છે.

યુવા બેરોજગારો આ પરીક્ષા આપવા માટે પોતાના વતનથી દૂર આવ્યા છે ત્યારે તેમને પરત જવા મંડળ દ્વારા નિઃશુલ્ક એસટી બસની સગવડ કરી આપવામાં આવી છે. ત્યારે પરીક્ષા આપવા ગયેલો ઉમેદવાર પરત આવવા માટે ST બસમાં પોતાની હોલ ટીકીટ અથવા કોલ લેટર અને તેની સાથે અસલ ઓળખકાર્ડ બતાવી વિનામુલ્યે મુસાફરી કરી શકશે.