માધબી બુચનો જવાબ, મિત્રની સલાહથી રોકાણ કર્યું, પૈસા અદાણી પાસે ગયા નથી

August 11, 2024

ન્યૂ યોર્ક  ƒ 10મી ઓગસ્ટે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન  માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો હતો કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં  માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી હતી. 
હિંડનબર્ગના રિપોર્ટ બાદ બુચ દંપત્તિએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યું સફાઇ આપી હતી કે, SEBIએ હિંડનબર્ગને કારણ બતાવો નોટિસ ફટકારી હતી તેથી બદલાની ભાવના રાખીને તેમનું ચરિત્રરણ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 
શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. 


નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું.  વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે.  બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી.