સુરતમાં NRIની જમીન પચાવી પાડવા કરાયો ખેલ, 10 સામે ગુનો દાખલ, બેની ધરપકડ

February 04, 2024

સુરત: સચિનમાં આવેલ વાંઝ ગામમાં એનઆરઆઈ પરિવારની કરોડો રૂપિયાની જમીનના બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાનો કારસો રચનારા 10 આરોપીઓ વિરૂદ્ધ સચીન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. 


સુરતના પૂણા ગામ સ્વામીનારાયણ નગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય હિંમતભાઈ મગનભાઈ હડિયા ખેડૂત છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીની સાથે જમીન મકાન બાંધકામનું કામકાજ કરે છે. તેમણે સચીન પોલીસ સ્ટેશનમાં બળવંતરાય સોમાભાઈ કોન્ટ્રાકટર ઉર્ફે ભીખુભાઈ ભંડારી, ભોગીલાલ તુલસીદાસ વણકર,હસમુખલાલ રતીલાલ માંડવીવાળા,છીતુભાઈ જીવણભાઈ, ઈશ્વરભાઈ આહિર, સંજય બાબુરાવ શિંદે, આર.એમ.પટેલ, છગન ચૌહાણ, એ.એસ.સોની અને મહેરપેસી મોરેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.