સુરત, ખેડા સહિત ત્રણ જગ્યાએ પ્રધાનમંત્રી મોદીની રવિવારે ચૂંટણી સભા

November 26, 2022

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. હવે ગણતરીનો સમય બાકી છે અને દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. 


રવિવારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી મોદી રવિવારે કુલ ત્રણ રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની પ્રથમ રેલી બપોરે 1 કલાકે નેત્રંગમાં યોજાવાની છે. ત્યારબાદ બપોરે 3.30 કલાકે પ્રધાનમંત્રી મોદી ખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. તો સાંજે સુરતના મોટા વરાછામાં પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભાની તમામ તૈયારીઓ ભાજપે પૂર્ણ કરી લીધી છે.