ધો. 10નું પરિણામ જાહેર, રાજ્યમાં સુરતનો ડંકો: A1 ગ્રેડ સૌથી વધારે 1279 સુરતના
May 25, 2023

ગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની (GSEB) માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું (Exam) 25 મેનાં રોજ સવારે 7.45 વાગ્યે રિઝલ્ટ (Result) જાહેર કરાયું હતું. ગુજરાત બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનું રીઝલ્ટ 64.22 ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં ઓછું છે. કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
આ પરીક્ષામાં છોકરીઓએ છોકરાઓને પછાડયાં હતા. 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ આવ્યું હતું. રાજ્યમાં સુરતનો ડંકો વાગ્યો હતો. A-1 ગ્રેડમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સુરતનાં હતા. સુરતના 1279 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ 76.45 ટકા પરિણામ સાથે સુરત રાજ્યમાં પ્રથમ આવ્યું છે. ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ છે. ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા છે. તો 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા 1084 છે. ધોરણ 10ના ગ્રેડ મુજબ પરિણામમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ થયા છે.
અંગ્રેજી વિષયનું પરિણામ સૌથી વધુ 95.06 ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન વિષયનું પરિણામ સૌથી ઓછું 67.72 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 84.60 ટકા , હિન્દી 89.78 ટકા, અંગ્રેજી 95.06 ટકા, સામાજિક વિજ્ઞાન 86.77 ટકા, વિજ્ઞાન 67.72 ટકા ગણિત 94.99 ટકા, ગુજરાતી SL 89.73 ટકા, હિન્દી SL 87.34 ટકા ,અંગ્રેજી SL 85.21 ટકા, સંસ્કૃત SL 90.89 ટકા ,મૂળભૂત ગણિત 70.49 ટકા પરિણામ નોંધાયું છે.
ગુજરાત બોર્ડ ની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવી હતી. ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે.
ધોરણ 10ની પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ પાસ થતાં હતા. આ વિદ્યાર્થીઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલા છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલું છે.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023