શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક સુધારો, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ

January 28, 2025

ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 850થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ ફરી પાછું 23000નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને રિયાલ્ટી સેગમેન્ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે.

સેન્સેક્સ સુધારા સાથે ખૂલ્યા બાદ 847.68 પોઈન્ટ વધી 76213.85ના હાઈ લેવલે પહોંચ્યો હતો. જે 12.41 વાગ્યે 760.84 પોઈન્ટ ઉછાળા સાથે 76127.01 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 22960.45ના લેવલે ખૂલ્યા બાદ 12.42 વાગ્યે 185.70 પોઈન્ટ ઉછળી 23014.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે ટ્રેડિંગ માહોલ 50-50 જોવા મળ્યો હતો. 25 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 25 ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી.