શેરબજાર સળંગ પાંચમા દિવસે કડડભૂસ, બે દિવસમાં રોકાણકારોના 16.42 લાખ કરોડ ડૂબ્યાં
February 11, 2025
શેરબજાર સળંગ પાંચમા દિવસે કડડભૂસ થયા છે. સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ રોકાણકારોએ રૂ. 16.42 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 1356.69 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 1018.20 પોઈન્ટ તૂટી 76293.60 પર બંધ રહ્યો છે. એક દિવસમાં જ રોકાણકારોએ રૂ. 9.27 લાખ કરોડ ગુમાવ્યા છે.
નિફ્ટી પણ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ સતત તૂટ્યો છે. જે 309.80 પોઈન્ટના ગાબડાં સાથે 23071.80 પર બંધ રહ્યો છે. સ્મોલકેપ અને મીડકેપમાં મોટાપાયે વેચવાલી સાથે એકંદરે માહોલ મંદીનો રહ્યો હતો.
સ્મોલકેપ સેગમેન્ટમાં મોટાપાયે વેચવાલીના કારણે ઈન્ડેક્સમાં આજે 1665.61 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. ઈન્ડેક્સમાં ટ્રેડેડ 937 સ્ક્રિપ્સ પૈકી માત્ર 44 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 892 શેર 20 ટકા તૂટ્યા હતાં. બીએસઈ મીડકેપમાં પણ ક્રિસિલ, ઓઈલ, સનટીવી, ફ્લુરો કેમિકલ્સ સિવાય તમામ શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. BSE ખાતે 459 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. 123 શેર અપર સર્કિટ વાગી છે. 55 શેર વર્ષની ટોચે અને 479 શેર વર્ષના તળિયે નોંધાયા છે.
શેરબજારમાં ઘટાડા પાછળના કારણો
- ટ્રમ્પની ટેરિફ નીતિઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદતાં ભારતની નિકાસ પર માઠી અસર થવાની ભીતિ વધી છે.
- FII વેચવાલઃ વિદેશી રોકાણકારો ડોલરની મજબૂતાઈ તેમજ ટ્રેડવોરના ભયના કારણે ભારતીય શેરબજારમાંથી છેલ્લા પાંચ માસથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં દસ દિવસમાં જ 12643 કરોડ, જાન્યુઆરીમાં 87374.66 કરોડની વેચવાલી નોંધાવી હતી.
- રૂપિયો ઓલટાઈમ લોઃ ટ્રમ્પની ફુગાવા તરફી નીતિઓના કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બની રહ્યો છે. જેના લીધે રૂપિયો ઓલટાઈમ લો થયો છે. ગઈકાલે 88 નજીક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.
- નબળા કોર્પોરેટ પરિણામોઃ કોર્પોરેટ કંપનીઓ દ્વારા રજૂ થતાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં નબળા રહેતાં તેની અસર પણ શેરબજાર પર જોવા મળી છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026