બિહાર NDAમાં ખેંચતાણ ? નીતિશ કુમારે માત્ર 15 સેકન્ડનું ભાષણ આપી ચાલતી પકડી
February 28, 2025
બિહારમાં મંત્રીમંડળના વિસ્તાર અને ભાજપ નેતાના નિવેદનો બાદ એવા સવાલ ઊભા થઈ રહ્યાં છે કે, શું એનડીએમાં બધું બરાબર ચાલી રહ્યું છે? હકીકતમાં જ્યારે નીતિશ કુમારે કેબિનેટ વિસ્તરણ બાદ ગુરૂવારે વિભાગની વહેંચણી કરી તો જીતન રામ માંઝીએ મંત્રી દીકરા સંતોષ સુમન પાસેથી બે વિભાગ પરત લઈ લીધા અને અન્ય બે મંત્રીઓને આપી દીધા.
સંતોષ સુમન પાસે પહેલાં ત્રણ વિભાગ હતાં. હવે તેમની પાસે ફક્ત લઘુ જળ સંસાધન વિભાગ વધ્યો છે. આ દરમિયાન નીતિશ કુમાર આજે હિન્દુસ્તાની આવામ મોરચા(HUM)ના પ્રમુખ જીતનરામ માંઝી દ્વારા પટણાના ગાંધી મેદાનમાં આયોજિત દલિત સમારોહમાં પહોંચ્યા હતા. આ દલિત સમારોહમાં નીતિશ કુમારે ફક્ત 15 સેકન્ડનું જ ભાષણ આપ્યું અને ત્યારબાદ તરત ત્યાંથી નીકળી ગયા હતા. બિહારના દલિત સમારોહમાં સરકારમાં મંત્રી અને જીતનરામ માંઝીના દીકરા સંતોષ સુમને મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના 15 સેકન્ડના ભાષણમાં દલિત સમારોહ માટે આયોજકોને અભિનંદન પાઠવતાં કહ્યું કે, 'હું તમને બધાને નમન કરું છું. આજે પાર્ટીની બેઠક થઈ રહી છે તો તેના માટે પણ શુભકામના. મને જાણકારી મળી તો તેના માટે બધાને શુભકામના પાઠવવા આવ્યો છું. આ જ શબ્દો સાથે તમને શુભેચ્છા પાઠવી મારી વાત સમાપ્ત કરું છું.' જોકે, નીતિશ કુમાર આ રીતે જલ્દી જતાં રહેવાથી લોકોના મનમાં ઘણાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.
નીતિશ કુમારના આ વર્તન બાદ એટલે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે, બિહાર ભાજપના નેતાઓ તફથી પણ એવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે, જેનાથી જેડીયુ અસહજ થઈ શકે. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડીશું પરંતુ, મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ભાજપનું સંસદીય બોર્ડ અને એનડીએની તમામ પાર્ટી સાથે મળીને નિર્ણય લેશે. બિહાર સરકારના મંત્રી અને ભાજપ નેતા પ્રેમ કુમારે પણ કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે તે નક્કી છે.
Related Articles
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026