દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો! સાત ધારાસભ્યોએ AAPમાંથી આપ્યું રાજીનામું
January 31, 2025
દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ એકસાથે રાજીનામાં મુકતા દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તૂરબા નગરમાંથી મદનલાલ, પાલમ ધારાસભ્ય ભાવના ગૌડ, મહરોલીમાંથી નરેશ યાદવ, આદર્શ નગરમાંથી પવન શર્મા અને બિજવાસનમાંથી બીએસ જૂન સામેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા અમુક ધારાસભ્યોની ટિકિટ કપાતાં તેઓ નારાજ થયાં હોવાના અહેવાલો છે.
જનકપુરીના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે. ટિકિટ કપાતાં નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે, પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે.
દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સતત ત્રણ વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેશ યાદવે રાજીનામું આપતાં કહ્યું કે, 'આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડતાં થયો હતો. પરંતુ હવે પક્ષ જ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે.' અગાઉ ગત મહિને સિલમપુરમાંથી આપના ધારાસભ્ય અબ્લુદલ રેહમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે, પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે. તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે.

Related Articles
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર?
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિ...
May 06, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર...
May 06, 2026
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના...
May 06, 2026
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026