નેપાળમાં પડી ભાંગી 'પ્રચંડ સરકાર', વડાપ્રધાને આપ્યું રાજીનામું

July 12, 2024

કાઠમંડુ ƒ નેપાળમાં પુષ્પ કમળ દહલ પ્રચંડના નેતૃત્ત્વવાળી સરકાર પડી ભાંગી છે. આજે (12 જુલાઇ) સંસદમાં તેઓ વિશ્વાસ મત મેળવવામાં અસફળ ગયા હતા. જે પછી તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. પાછલા સપ્તાહે તેમની સરકારમાંથી તેમના સહયોગી સીપીએન-યુએમએલ (CPN-UML)એ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું. દેશની 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 69 વર્ષિય પ્રચંડને 63 મત મળ્યા હતા, જ્યારે વિશ્વાસ મતમાં તેમના વિરૂદ્ધ 194 વોટ પડ્યા હતા. વિશ્વાસમત મેળવવા માટે તેમને 138 મતની જરૂર હતી.
પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્ત્વવાળી સીપીએન-યુએમએલ (CPN-UML)એ ગૃહમાં એક મોટી પાર્ટી છે. તેણે નેપાળી કોંગ્રેસ સાથે સત્તા ગઠબંધન કરાર પર હસ્તાક્ષર કરતા પાછલા અઠવાડિયે પ્રચંડના નેતૃત્ત્વવાળી સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષે આગામી વડાપ્રધાનરૂપે ઓલીનો સમર્થન કર્યો છે. નેપાળી કોંગ્રેસ પાસ ગૃહમાં 89 બેઠકો છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે 78 બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત બેઠકો 167 પહોંચી છે. જે નિચલા ગૃહમાં આવશ્યક બહુમત 138થી ખૂબ વધુ છે. 25 ડિસેમ્બર, 2022 પર પદ સંભાળ્યા બાદ પ્રચંડ ચાર વખત વિશ્વાસમત હાંસલ કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે અસફળતા મળી છે.