દક્ષિણ ભારતમાં સીમાંકનનો મુદ્દો ચગ્યો, કર્ણાટકના CMએ અમિત શાહ પાસેથી માગી ગેરન્ટી
February 28, 2025
તમિલનાડુ : લોકસભા બેઠકોના સીમાંકન બાદ તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના તમામ પક્ષોની બેઠક બોલાવી છે એટલું જ નહીં, હવે આ મુદ્દો જોર પકડી રહ્યો છે અને કર્ણાટકના સીએમ એમ સિદ્ધારમૈયાએ પણ આ અંગે કેન્દ્ર પાસેથી ગેરંટી માંગી છે.
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો પણ જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે, 'તમિલનાડુ અથવા અન્ય કોઈ દક્ષિણ રાજ્યમાં બેઠકો ઘટાડવામાં આવશે નહીં.' સિદ્ધારમૈયાએ કહ્યું કે જો 2025ની વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના 5 રાજ્યોની બેઠકો ઓછી થઈ જશે. અગાઉ પણ વસ્તીના હિસાબે સીમાંકન થયું છે અને જો આ વખતે પણ આ જ ફોર્મ્યુલા રહેશે તો નુકસાન થશે.
સીએમ એમકે સ્ટાલિને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી ગેરન્ટી માંગી કે સીમાંકન 1971ની વસ્તી ગણતરીના આધારે જ કરવામાં આવે. સિદ્ધારમૈયાએ કહ્યું, 'એ હકીકત છે કે જો વર્તમાન વસ્તીના હિસાબે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થશે. આ અન્યાયને રોકવા માટે, સીમાંકન ફક્ત વર્ષ 1971ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર જ હોવું જોઈએ. જો ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે માત્ર વર્ષ 1971ના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે તો માની શકાય છે કે દક્ષિણ ભારતના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય.' એમકે સ્ટાલિન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, 'દક્ષિણ ભારતમાં કોઈ રાજ્ય બેઠક ગુમાવશે નહીં.' આ મુદ્દો એમકે સ્ટાલિને ઉઠાવ્યો હતો અને હવે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં પણ તે વેગ પકડી રહ્યો છે.
Related Articles
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026