કેનેડામાં ટ્રુડો આગામી ચૂંટણી હારશે ટ્રમ્પની જીતના સૂત્રધાર મસ્કની આગાહી

November 10, 2024

કેનેડાની પ્રજા ટ્રુડોથી ત્રસ્ત, ચૂંટણીની પણ રાહ જોવા તૈયાર નથી
વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી કેનેડામાં તેની અસર જોવા મળી રહી છે. એકબાજુ ટ્રમ્પની જીતના સૂત્રધાર ઈલોન મસ્કે કેનેડામાં વર્ષ ૨૦૨૫માં યોજાનારી ચૂંટણીમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનો પરાજય થશે તેવી ભવિષ્યવાણી કરી છે. બીજીબાજુ ટ્રુડોએ ટ્રમ્પને વિજયના અભિનંદન પાઠવવાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ સાથે સંબંધો સુધારવા માટે એક વિશેષ સમિતિની સ્થાપના કરી છે. આ બધા વચ્ચે કેનેડાની પ્રજા ટ્રુડોને પીએમપદેથી હટાવવા આગામી ચૂંટણી સુધી રાહ જોવા તૈયાર નથી, એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે દાવો કર્યો છે કે આગામી ચૂંટણીમાં ટ્રૂડો હારી જશે. તાજેતરમાં જ અમેરિકામાં પૂરી થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઐતિહાસિક વિજયમાં મસ્કે પ્રચાર અભિયાનમાં વિશેષ ભૂમિકા ભજવી હતી. 
અમેરિકામાં ચૂંટણી પૂરી થયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે મસ્કને ટેગ કરીને લખ્યું હતું કે, ઈલોન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવામાં તમારી મદદ જોઈએ છે. મસ્કે જવાબ આપ્યો, આગામી ચૂંટણીમાં તેઓ હારી જશે. ખાસ વાત એ છે કે કેનેડામાં ડિસેમ્બર ૨૦૨૫ પહેલાં ફેડરલ ચૂંટણી થવાની છે અને હાલ ટ્રુડોના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીમાં તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી દુનિયાના અનેક દેશોમાં આનંદ છવાયો છે તો કેનેડા જેવા કેટલાક દેશોમાં તણાવ સ્પષ્ટરૂપે જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે ટ્રમ્પને વિજયના અભિનંદન આપ્યા હતા. ત્યાર બાદ ટ્રુડોએ કેનેડા-અમેરિકાના સંબંધો પરની ચિંતાઓ દૂર કરવા માટે એક વિશેષ કેબિનેટ સમિતિની સ્થાપના કરી હતી. નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના નેતૃત્વમાં આ વિશેષ સમિતિમાં વિદેશી બાબતો, જાહેર સુરક્ષા અને ઉદ્યોગોના મંત્રીઓ સહિત અન્ય ટોચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ સમિતિ કેનેડા અને અમેરિકાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમ પણ અગાઉ ટ્રમ્પ પ્રમુખપદે હતા ત્યારે ટ્રુડોની ટીકા કરી ચૂક્યા છે.

અમેરિકામાં ચૂંટણી પૂરી થયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે મસ્કને ટેગ કરીને લખ્યું હતું કે, ઈલોન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવામાં તમારી મદદ જોઈએ છે. મસ્કે જવાબ આપ્યો, આગામી ચૂંટણીમાં તેઓ હારી જશે. ખાસ વાત એ છે કે કેનેડામાં ડિસેમ્બર ૨૦૨૫ પહેલાં ફેડરલ ચૂંટણી થવાની છે અને હાલ ટ્રુડોના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીમાં તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.