વડોદરા : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વિદેશ ભાગી ના જાય માટે લુક આઉટ નોટિસ જારી

February 07, 2025

વડોદરા : વડોદરા જિલ્લાના સુખલીપુરા જમીન કૌભાડમાં પોલીસ દ્વારા બે આરોપીને જેલ ભેગા કર્યા છે. પરંતુ હજુ સુધી ભાજપના આગેવાન અને પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપ ગોહિલ પકડાયો નથી. જેથી પોલીસ દ્વારા આરોપી વિદેશમાં ભાગી ના જાય તેના માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી તમામ એરપોર્ટ પર મોકલી દેવામાં આવી છે.  
વડોદરા જિલ્લાના સુખલીપુરાની જમીન વેચાણ આપવાનું જણાવીને પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દિલીપ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સહિત બે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવીને ઠગાઇ આચરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ઠગાઇની ગુનામાં કમલેશ દેત્રોજા સહિત બે લોકોની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ દિલીપ ગોહિલ પોલીસની પકડમાં આવતો નથી. આરોપી પોતાના ઘરને લોક મારીને પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો તેમ પોલીસને મળતા નથી. જેથી વિદેશ ભાગી ના જાય તેના માટે પોલીસ દ્વારા એલઓસી ઇસ્યુ કરવામાં આવી છે અને વિવિધ એરપોર્ટ પર મોકલી દેવામાં આવી છે.