કેનેડાથી 7000 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે
November 19, 2024
સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માટે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ લેટરમાંથી 80 ટકા લેટર ગુજરાત અને પંજાબના હોવાનું માનવામાં આવે છે. પરિણામે કેનેડાથી 7000થી 8000 વિદ્યાર્થીઓએ ડેલીએ હાથ દીધા બાદ પરત ફરવાની નોબત આવે તેવી સંભાવના હોવાનું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અંગેની બાબતોનો હવાલો સંભાળતા કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ટોચના અધિકારીએ 15મી નવેમ્બરના જાહેર કર્યું છે.
ગુજરાતથી કેનેડા જવા માટે વિદ્યાર્થીના માતા-પિતા અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવે તો કરવામાં આવે તો તેમને ફરીથી વિઝા મળવાની શક્યતા પર પડદો પડી જશે. આમ હજારો વિદ્યાર્થીઓનું ફોરેન જઈને સેટલ થવાનું સપનું રોળાઈ જશે.
વિઝા એક્સપર્ટ પંકજ પટેલનું કહેવું કે, 'વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્વીકૃતિ પત્ર બોગસ હોવાનું પ્રસ્થાપિત થશે તો તેમના એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. તેમને ભારત પરત રવાના કરી દેવામાં આવશે.' કેનેડા સરકાર અને ભારત સરકાર વચ્ચેના કથળેલા સંબંધને પરિણામે કેનેડા સરકાર આ મુદ્દે આકરુ વલણ અપનાવે તેવી સંભાવના છે. તેઓ તેમની સિસ્ટમ તિતરબિતર થઈ જાય તેવું પણ ઇચ્છતા નથી. તેથી ગુજરાત અને પંજાબથી ગયેલા ઘણાં વિદ્યાર્થીઓને પરત ફરવું પડે તેવી સંભાવના છે.
વિઝા માટેની પ્રક્રિયા દરમિયાન કેનેડાની યુનિવર્સિટી તરફથી લેટર ઓફ એક્સેપ્ટન્સ માગવામાં આવે છે. વાસ્તવમાં આ લેટર યુનિવર્સિટીમાંથી નહિ, પરંતુ વિઝા કન્સલ્ટન્ટ્સ તરફથી જ બનાવીને રજૂ કરી દેવામાં આવ્યા છે. આ હકીકત તાજેતરમાં જ બહાર આવી છે. તેથી કેનેડાની સરકાર તરફથી 10,000 બનાવટી એક્સેપ્ટન્સ લેટર રજૂ કરાયા હોવાનો ઘટસ્ફોટ પંદરમી નવેમ્બરના અરસામાં કરવામાં આવ્યો છે.
પરિણામે ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓને કેનેડાથી પરત મોકલી દેવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. આ વિદ્યાર્થીઓએ કેનેડા જવાની પ્રોસેસ કરવા માટે કરેલો ખર્ચ માથે પડશે. ભવિષ્યમાં તેમને અરજી કરવાની તક મળશે કે કેમ તે પણ એક સવાલ છે. કેનેડાના કાયમી નિવાસી બન્યા બાદ કેનેડામાં કે અન્ય કોઈ દેશમાં સ્થાયી થવાના તેમના સપનાં પણ રોળાઈ જવાની શક્યતા નિર્માણ થઈ છે.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
Trending NEWS
28 January, 2026
28 January, 2026
28 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026