મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે ઃ કેજરીવાલ
September 15, 2024
દિલ્હી : દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપતા સૌને ચોંકાવી દીધા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું બે દિવસની અંદર રાજીનામું આપી દઈશ. હવે જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે, ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું.’ કેજરીવાલની આ ગેમે સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેજરીવાલનો આ નિર્ણય સૌને ચોંકાવી રહ્યો છે. જો કે કેજરીવાલે સૌને અચંબામાં મુક્યા હોય, તેવું પ્રથમવાર બન્યું નથી. દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેજરીવાલ આંદોલનના પડકારોમાંથી ઉભરી આવી રાજકારણમાં આવ્યા બાદ છેલ્લા એક દાયકાથી દિલ્હીના રાજકારણમાં સક્રિય છે. આમ આદમી પાર્ટી વર્ષ 2013થી દિલ્હીની સત્તા પર છે, ત્યારેથી જ કેજરીવાલ હંમેશા ચોંકાવનારા નિર્ણયો કરતા રહે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (15 સપ્ટેમ્બર) મોટી જાહેરાત કરીને કહ્યું છે કે, ‘હું બે દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. હું ઈચ્છું છું કે, દિલ્હીમાં વહેલી તકે ચૂંટણી યોજાય. હું કહેવા માંગુ છું કે, હું મુખ્યયંત્રી પદ બેસીસ નહીં અને મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી બનશે નહીં. હું અને સિસોદિયા પ્રજા વચ્ચે જઈશું. હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે. આગામી મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે.’
Related Articles
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવા...
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબ...
Oct 02, 2024
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસ...
Oct 02, 2024
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે...
Oct 02, 2024
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી...
Oct 02, 2024
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024