વિશ્વનાં ટોપ-52 ફરવાલાયક સ્થળોની યાદી જાહેર, ભારતનું આસામ રાજ્ય પણ ટોપ-10માં સામેલ

January 12, 2025

ન્યૂયોર્ક : ન્યૂયોર્ક ટાઈમ્સના ‘ટ્રાવેલ લિસ્ટ-2025’ ફરવા લાયક ટોપ-52 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આસામનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે. યાદીમાં ભારતના પૂર્વોત્તરનું ખુબસુરત રાજ્ય આસામને પણ સામેલ કરાયું છે. પ્રાકૃતિક સુંદરતા, ચાના બગીચા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે આસામ ટોપ-52 દેશોની યાદીમાં ચોથા ક્રમે સામેલ કરાયું છે. 
બ્રહ્મપુત્રા નદી માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં જાણીતી છે અને આ નદી આસામમાં આવેલી છે. આસામની સૌથી મહત્ત્વની ખાસીયત ચાના બગીચાઓ અને ‘બાયો ડાયવર્સિટી’ છે, જે રાજ્યને તદ્દન નોખી જ સુંદરતા પુરી પાડે છે. આ જ કારણે વિશ્વભરના ટોપ-52 દેશોમાં આસામને સામેલ કરવામાં આવ્યું છે.
આસામે વિશ્વભરના અનેક જાણિતા પર્યટન સ્થળોને ટક્કર આપી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આસામે ગૈલાપાગોસ, આઈલેન્ડ, ન્યુયોર્ક સિટી મ્યુઝિયમ જેવા સ્થળોને ટક્કર આપી છે. આસામને ચાના બગીચાઓ અને જીવંત સંસ્કૃતિની ભૂમિ કહેવામાં આવી છે. યાદીમાં સૌથી પહેલા ક્રમાંકે યૂરોપીય શહેર જેન ઓસ્ટેનનો સમાવેશ કરાયો છે, જ્યાં સ્મૃદ્ધ વાસ્તુકલા અને અત્યાધુનિક સુવિધાઓનો અદભૂત સંગમ જોવા મળે છે.

- વિશ્વભરના ટોપ-52 શ્રેષ્ઠ સ્થળો

જેન ઓસ્ટેનનું ઈંગ્લેન્ડ
ગાલાપાગોસ ટાપુઓ
ન્યૂ યોર્ક શહેરના સંગ્રહાલયો
આસામ, ભારત
‘સફેદ કમળ’ થાઈલેન્ડ
ગ્રીનલેન્ડ
એક્સ-એન-પ્રોવેન્સ, ફ્રાન્સ
સન વેલી, ઇડાહો
લુમ્બિની, નેપાળ
સિડની, ઓસ્ટ્રેલિયા
કોઈમ્બ્રા, પોર્ટુગલ
એંગોલા
હેમ્બર્ગ, જર્મની
નિકારાગુઆ
ડોલોમાઇટ્સ, ઇટાલી
એશવિલ, ઉત્તર કેરોલિના
મેગ્ડાલેના નદી, કોલંબિયા
લોસ કાબોસ, મેક્સિકો
અલીશાન, તાઇવાન
ફ્લો કન્ટ્રી, સ્કોટલેન્ડ
ક્રિસ્ટિયનસેન્ડ, નોર્વે
બુખારા, ઉઝબેકિસ્તાન
લેક્સિંગ્ટન અને કોનકોર્ડ, મેસેચ્યુસેટ્સ
કેનફ્રેન્ક, સ્પેન
બેનિન સિટી, નાઇજીરીયા
એમ્સ્ટરડેમ
ન્યૂ ઓર્લિયન્સ
રાજા એમ્પટ, ઇન્ડોનેશિયા
ડેલ્ફી, ગ્રીસ
ટોયામા, જાપાન
ફ્રેન્ચ બાસ્ક કન્ટ્રી
કિલિફી, કેન્યા
બ્રિટિશ વર્જિન ટાપુઓ
લોફોટેન ટાપુઓ, નોર્વે
પૂર્વ લંડન
સ્ટોકહોમ દ્વીપસમૂહ, સ્વીડન
કુટૈસી, જ્યોર્જિયા
ઓસાકા, જાપાન
ડેટ્રોઇટ
ટ્રેન્ટ-સેવર્ન વોટરવે, ઓન્ટારિયો
મોન્ટસેરાટ, સ્પેન
પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
વોશિંગ્ટન ડીસી
નાંગમા વેલી, પાકિસ્તાન
સિસિલી ડિવાઇડ સાયકલ રૂટ
ઓલાટાયતામ્બો, પેરુ
અબુ ધાબી
હુઆંગશાન, ચીન
મિલાન
બલ્ગેરિયા
રોટરડેમ, નેધરલેન્ડ્સ
મોન્ટસેરાટ, કેરેબિયન