દિલ્હી ભાજપમાં બળવો! ટિકિટ ન મળતા પાંચ વખતના ધારાસભ્ય ગુસ્સે ભરાયા
January 12, 2025
દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (11મી જાન્યુઆરી) 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'જો ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.'
દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ 1998, 2003, 2008, 2013 અને 2020માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ 2015માં AAP લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.
ટિકિટ કપાયા બાદ મોહન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, 'ચોક્કસપણે ભાજપને લાગે છે કે આ તેમની બેઠક છે. જો કોઈને પણ ભાજપ તરફથી ચૂંટણી લડાવશે તો તે જીતી જશે, આ એક મોટી ભૂલ છે. આગામી દિવસોમાં પાર્ટીને ખબર પડશે કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું અસ્તિત્વ શું છે. ફક્ત આ બેઠક પર જ નહીં, પછી ભલે તે બુરાડી હોય, ઘોંડા હોય, સીલમપુર હોય, ગોકલપુરી હોય કે નંદનગરી હોય. આ બેઠકો પર ભાજપનું શું થશે, તે તો સમય જ કહેશે.'
કોંગ્રેસમાં જોડાવવા અંગે ઈનકાર કરતા મોહન સિંહ બિષ્ટ જણાવ્યું હતું કે, 'જો પાર્ટી મને બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનું કહેશે, તો હું કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડીશ. હું ફક્ત કરાવલ નગર બેઠક પરથી જ ચૂંટણી લડશ. હું 15મી અથવા 16મી જાન્યુઆરી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
Related Articles
મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટ...
સેના માટે દોઢ લાખ કરોડની ડીલની તૈયારી! ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર આવશે ભારત
સેના માટે દોઢ લાખ કરોડની ડીલની તૈયારી! ફ...
Jan 13, 2025
ભારતમાં દર વર્ષે સર્જરી બાદ 15 લાખ દર્દીને થાય છે સંક્રમણ, ICMRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
ભારતમાં દર વર્ષે સર્જરી બાદ 15 લાખ દર્દી...
Jan 13, 2025
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડશો તો મળશે 25000 રૂપિયાનું ઈનામ! ગડકરીનો પ્લાન
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહ...
Jan 13, 2025
જયપુરમાં 30 કરોડની છેતરપિંડીમાં 30 ગુનેગારોની ધરપકડ, પોલીસનું અભિયાન સાયબરશીલ્ડ સફળ
જયપુરમાં 30 કરોડની છેતરપિંડીમાં 30 ગુનેગ...
Jan 13, 2025
મુંબઈ - નાસિક હાઈવે પર બસમાંથી રૂપિયા 1.68 કરોડના ઘરેણા અને રોકડની થઈ ચોરી
મુંબઈ - નાસિક હાઈવે પર બસમાંથી રૂપિયા 1....
Jan 13, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025