ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ પણ વડાપ્રધાનની રેસમાંથી ખસી ગયા, ટ્રુડોનું સ્થાન કોણ લેશે?
January 13, 2025
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા. ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ કેનેડાના વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા છે. એવી ચર્ચા હતી કે તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લઈ શકે છે પરંતુ હવે તેમણે વડાપ્રધાન પદની રેસમાંથી હટવાનો નિર્ણય લેતાં કેનેડાને પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન મળવાનું સપનું રોળાઈ ગયું હોય તેવું લાગે છે. જોકે હવે આ સાથે મુદ્દો એ છે કે ટ્રુડોની જગ્યા કોણ લેશે?
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બે અન્ય લોકો પણ વડાપ્રધાન પદની રેસમાંથી હટી ગયા હતા. જેનાથી કેનેડાનું રાજકારણ રસપ્રદ બની ગયું છે. વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા દિવસો બાદ હવે અનિતા આનંદે આ જાહેરાત કરતાં પુષ્ટિ કરી કે, ‘હું આવનારી ચૂંટણી નહીં લડું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આગળ વધવાનો નિર્ણય લઈ લીધો છે અને હવે મારા માટે પણ સમય આવી ગયો છે કે, હું પણ તેમને અનુસરું.' અનિતા આનંદ ઓન્ટારિયાના ઓકવિલેથી સાંસદ છે. અનિતા આનંદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. તેમના પિતા તમિલ અને માતા પંજાબી છે. 57 વર્ષીય અનિતાએ જસ્ટિન ટ્રુડોની સરકારમાં અનેક પોર્ટફોલિયો સંભાળ્યા છે. તેમણે ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પરચેઝ તેમજ સંરક્ષણ જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે. તેમને 2024માં ટ્રેઝરી વોર્ડના અધ્યક્ષ પણ બનાવાયા હતા. સંરક્ષણ મંત્રી તરીકે અનિતાએ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનને માનવ સહાય કરવાના વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અનિતા આનંદે તેમના ભારતવંશી હોવા પર ઉઠતાં સવાલો વિશે કહ્યું કે ‘ઘણાં લોકોએ મને લેખિતમાં કહ્યું હતું કે, ભારતીય મૂળની કોઈ વ્યક્તિ ઓકવિલેમાં નહીં જીતી શકે. તેમ છતાં હું 2019 બાદથી એક નહીં પરંતુ બે વાર જીતી. હું આ સન્માનને હંમેશા માટે મારા દિલમાં રાખીશ. નોંધનીય છે કે, અનિતાના માતા-પિતા બંને ડૉક્ટર હતાં અને તે કેનેડામાં આવીને વસી ગયા હતાં. અનિતાના દાદા તમિલનાડુના સ્વાતંત્ર્ય સેનાની હતાં.’
ઉલ્લેખનીય છે કે, બે અન્ય પ્રમુખ દાવેદાર, વિદેશ મંત્રી મેલાની જૉય અને નાણાંમંત્રી ડોમિનિક લેબ્લાંકે પણ ગત અઠવાડિયે વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. 2019માં રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં આનંદ યેલ યુનિવર્સિટીમાં એક વિઝિટિંગ લેક્ચરર અને ટોરંટો યુનિવર્સિટીમાં લૉ પ્રોફેસર હતાં.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026