કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવક ગુજરાતી નીકળ્યો
April 06, 2025

સુરત : સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારના યુવાનની કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. કેનેડાના ઓન્ટોરીયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર શુક્રવારે પડોશી યુવાને હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું તે દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પાડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશીશ કરી હતી. પત્નીને બચાવવા જવા જતાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરા-ઉપરી બે ઘા ઝીંકાતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો.
મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંગણવદર ગામના વતની અને સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરીયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરીયા સિટીમાં સ્થાયી થયો હતો. ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો.
ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેશ અને તેની પત્ની રવીના શુક્રવારે સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશીંગ મશીનમાં કપડા ધોઈ રહ્યાં હતા. તે દરમિયાન અચાનક પડોશી યુવાન તેમની તરફ ચપ્પુ લઈ ધસી આવ્યો હતો. દંપતી કંઈ સમજે તે પહેલા જ પડોશી યુવાને ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઘાયલ થયો હતો. પડોશી યુવાન આટલેથી નહીં અટકી રવિના ઉપર પણ હુમલો કરવા આગળ વધ્યો હતો.
પત્ની ઉપર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવિનાને બચાવવા દોડ્યો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જવા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. ધર્મેશને લોહીથી લથપથ થયેલો જોઈ હુમલાખોર ફરાર થઈ ગયો હતો.
Related Articles
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત...
Apr 19, 2025
કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર ગુજરાતી નેતાઓ મેદાનમાં
કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર...
Apr 11, 2025
કેનેડામાં ભારતીય નાગરિકની ચપ્પાના ઘા મારી હત્યા કરાઇ, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી
કેનેડામાં ભારતીય નાગરિકની ચપ્પાના ઘા માર...
Apr 05, 2025
કેનેડા, મેક્સિકો દેશોના નામ ટ્રમ્પની 'ટેરિફ બોમ્બ'ની યાદીમાંથી ગાયબ?
કેનેડા, મેક્સિકો દેશોના નામ ટ્રમ્પની 'ટ...
Apr 03, 2025
કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર, લઘુતમ પગારમાં વધારો
કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના...
Apr 01, 2025
કેનેડામાં ધોળા દિવસે ભારતીય મહિલા પર હુમલો, બોટલ છીનવી મોઢા પર પાણી ફેંક્યું
કેનેડામાં ધોળા દિવસે ભારતીય મહિલા પર હુમ...
Mar 27, 2025
Trending NEWS

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025