આમિર ખાનની ફિલ્મ '3 idiots'ના અભિનેતા અચ્યુત પોટદારનું નિધન
August 20, 2025

આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ નિભાવનાર અચ્યૂત પોટદારના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ ગઇ છે. અચ્યૂત પોટદારે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. ફિલ્મમાં તેમનો એક જાણીતો ડાયલોગ હતો – "અરે, કહેના ક્યા ચાહતે હો?" આ ડાયલોગ ફિલ્મ પછી ખૂબ લોકપ્રિય થયો હતો અને મીમ્સની દુનિયામાં પણ ઘણો યુઝ થયો હતો
અભિનેતા અચ્યૂત પોટદારની તબિયત 18 ઓગસ્ટે અચાનક બગડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ સ્વસ્થ થઈ શક્યા નહીં. હવે તેમના નિધનની ખબર સામે આવી છે, જેનાથી સિનેમા જગતમાં શોકની લહેર છે. 19 ઓગસ્ટ, એટલે કે મંગળવારે અચ્યૂત પોટદારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મધ્યપ્રદેશના રીવામા અચ્યૂત પોટદાર પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સેના સાથે જોડાયા હતા. તેઓ 1967માં કેપ્ટન તરીકે રિટાયર થયા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં નોકરી કરી. આ નોકરી દરમિયાન તેઓ થિયેટર સાથે જોડાયા અને નાટકોમાં અભિનય કરવા લાગ્યા. પછી 44 વર્ષની ઉંમરે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. તેઓ ‘3 ઇડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ ભજવીને ખૂબ લોકપ્રિય થયા હતા.
Related Articles
ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે કેન્સરથી નિધન
ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વય...
Sep 01, 2025
શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું શૂટિંગ પૂર્ણ
શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું...
Sep 01, 2025
પ્રિયંકા મહેશબાબુ સાથે શૂટિંગ માટે તાન્ઝાનિયા પહોંચી
પ્રિયંકા મહેશબાબુ સાથે શૂટિંગ માટે તાન્ઝ...
Aug 30, 2025
પ્રયાગરાજમાં પતિ, પત્ની ઔર વોહ-ટુના શૂટિંગ વખતે મારામારી
પ્રયાગરાજમાં પતિ, પત્ની ઔર વોહ-ટુના શૂટિ...
Aug 30, 2025
સાઉથના દિગ્ગજ સુપરસ્ટારની ધરપકડ થવાની શક્યતા, જાણો મામલો છે અતિ ગંભીર
સાઉથના દિગ્ગજ સુપરસ્ટારની ધરપકડ થવાની શક...
Aug 27, 2025
બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની કોશિશ નાકામ, ગુરુગ્રામમાં 5 શૂટર્સનું એન્કાઉન્ટર
બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની...
Aug 27, 2025
Trending NEWS

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025